


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના પ્રવેશ દ્રાર જયુબેલીના પુલ નજીક ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે મનપા અને ટ્રાફિક પોલીસ એકશન મોડમા આવી હતી આ વિસ્તારમા ડિમોલીશનની કામગીરી કરવામા આવી હતી અહિં વાહનોની ભારે અવરજવર રહેતી હોય આથી ટ્રાફિકને નડતરૂપ હોર્ડીંગ્સ અને શૌચાલય દુર કરવાની કામગીરી કરવામા આવી હતી તેમજ અહિ આવેલો હાઈમસ ટાવર પણ ઉતારી લેવામા આવ્યો હતો પોરબંદર શહેરમા મુખ્ય રસ્તા પર થયેલા રેકડી અને કેબીનના દબાણો બાદ ટ્રાફિકને નડતરૂપ અને ખાસ કરીને જયુબેલી ચાર રસ્તા પાસેના દબાણો દુર કરવાની કામગીરી મનપા દ્વારા કરવામા આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya