ભાવનગરના ઘોઘા તાલુકામાં શ્રમિકો માટે ‘ધન્વંતરી આરોગ્ય રથ’નો પ્રારંભ
- પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ હવે ઘરઆંગણે ઉપલબ્ધ. ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્યની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલાંરૂપ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા ઘોઘા તાલુકામાં શરૂ કરવામા આવી છે. ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા અંતર
આરોગ્ય


- પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ હવે ઘરઆંગણે ઉપલબ્ધ.

ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્યની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલાંરૂપ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા ઘોઘા તાલુકામાં શરૂ કરવામા આવી છે. ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા અંતર્ગત ગામડાંમાં વસતા શ્રમિકોને ઘરઆંગણે જ તબીબી સારવાર ઉપલબ્ધ બનશે. સામાન્ય બિમારીઓ જેવી કે શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા તેમજ સાંધાના દુખાવા માટે નિદાન અને સારવાર કરવામાં આવશે. સાથે સાથે જરૂરી તબીબી તપાસો કરી તેના અહેવાલ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત, નાગરિકોને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે છે, જેના કારણે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. આ સેવા હેઠળ તબીબી અધિકારી ડૉ. મનીષા ભાલિયા, પ્રિયંકા બારૈયા, તેજલ રાવત અને શીતલ નિનામા તથા રથચાલક અજયસિંહ જાડેજા દ્વારા કાર્યક્ષમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવશે અને શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande