

ભાવનગર, 8 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો હોવે દિવસે ને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે ખાસ કરીને ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર હવે વધ્યું છે હાલ જોઈએ તો અલગ અલગ સિઝન મુજબ ખેડૂતો અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે જેમાં ખાસ કરીને કાકડી, તરબૂચ, ટેટી, તુરીયા જેવા વેલા વાળા પાકોનું વાવેતર વધ્યું છે આ પાકો ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ જતા હોવાના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થતો હોય છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રાતોલ ગામે રહેતા ખેડૂત વાળા લાલજીભાઈ પાંચાભાઇ જેવો છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ગત વર્ષે તેઓએ પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ત્રણ વીઘા જેટલી જમીનમાં તરબૂચનું વાવેતર કર્યું હતું આ તરબૂચનું વેચાણ કરીને તેઓએ ખૂબ સારી એવી આવક મેળવી જેથી આ વર્ષે તેઓએ પાંચ વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે ખેડૂત જણાવી રહ્યા છે કે એક વીઘા માંથી તેઓને 90 દિવસ ની આસપાસના સમયગાળા દરમિયાન 1,00,000 કરતા પણ વધુનું ઉત્પાદન તેઓને મળી રહે છે.
આ અંગે ખેડૂત વાળા લાલજીભાઈ પાંચાભાઇ જણાવ્યું કે આ વર્ષે મેં પાંચ વીઘા જેટલી જમીનમાં તરબૂચનું વાવેતર કરેલું છે. વર્ષે પણ ત્રણ વીઘા જેટલી જમીનમાં તરબૂચનું વાવેતર કરેલું હતું એમાં ઉત્પાદન અને ભાવ ખૂબ સારા મળ્યા હતા જેથી આ વર્ષ મે વાવેતર વધાર્યું છે. ગત વર્ષે એક વીઘા માંથી એક લાખ રૂપિયા કરતા પણ વધુમાં ઉત્પાદન મળતા મને તરબૂચ ના પાકમાં ખૂબ ફાયદો થયો હતો. હું દરેક ખેડૂતોને કહેવા માગું છું કે હવે પરંપરાગત પાકો છોડીને અવનવા પાકોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને ઉત્પાદન સારું મળી રહે. તરબૂચના પાકમાં જરૂર જણાય તો રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરવામાં આવે છે અન્યથા જીવમૃત નો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
આ તરબૂચનું વાવેતર હું ગ્રો કવર અને મલ્ચીગ કરીને કરી રહ્યો છું જેથી કરીને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે રોગ જેવા ઓછા આવે અને નિંદામણ ખર્ચ ઘટે છે આ ઉપરાંત ગ્રો કવર થી પાક સારો તૈયાર થાય છે. ગત વર્ષે પણ રિટેલમાં આ તરબૂચનું વેચાણ કર્યું હતું આ વર્ષે પણ અહીંયાથી જ વેચાણ થઈ રહ્યું છે અને એક કિલોના ભાવ 25 રૂપિયાથી લઈને 30 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે સુરત સુધી પણ આ તરબૂચનું વેચાણ કરી રહ્યો છું એક વીઘામાંથી 1,00,000 કરતા પણ વધુનું ઉત્પાદન મળી રહે છે ખાસ તો આ ટૂંકા સમય ગાળામાં પાક તૈયાર થઈ જતો હોવાના કારણે ખૂબ ફાયદો થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT