
અમદાવાદ, 18 માર્ચ (હિ.સ.) : ગુજરાતમાં ફરી એકવાર કમોસમી માવઠાંની આગાહી, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે.
ખાસ કરીને 18 અને 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે.આજથી રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદના મારની શક્યતા:કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠાંની આગાહી, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 3 દિવસ એટલે કે 18થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ