જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં ગુનેગારોના ઘરોમાં વીજ ચેકીંગ : 106 ઘરોમાંથી વીજચોરી મળી
જામનગર, 17 માર્ચ (હિ.સ.) : જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓના મકાનોમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ખાસ્ ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 106 આરોપીઓના ઘરોમાંથી રૂ.12.60 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્
વીજ ચેકીંગ


જામનગર, 17 માર્ચ (હિ.સ.) : જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓના મકાનોમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ખાસ્ ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 106 આરોપીઓના ઘરોમાંથી રૂ.12.60 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ 35 વીજચોરી અને પ્રોહિબિશનના ગુનાઓ દાખલ પણ કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં દારૂ, જુગારના લિસ્ટેડ બુટલેગરો, હીસ્ટ્રીશીટર, એનડીપીએસના આરોપીઓ, ટપોરીઓ, વારંવાર શરીર સંબધી અને મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા અસામાજીક તત્વોને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપી.રવિ મોહન સૈનીએ સુચના આપી હતી. જે સુચનાના આધારે ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂદલાલની આગેવાનીમાં જામનગર ગ્રામ્ય ડિવિઝનના પંચ-એ, ધ્રોલ, જોડીયા, કાલાવડ ટાઉન, તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશનો વિસ્તારના લિસ્ટેડ બુટલેગરો તેમજ ગુનેગારો તેમજ હીસ્ટ્રીશીટર, એન.ડી.પી.એસ.ના ગુનેગારોના ઘરોના વીજ ચેકીંગ પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું હતું.

વીજ ચેકીંગ દરમિયાન 106 આરોપીઓના ઘરોમાંથી વીજચોરી મળી આવતા રૂ.12,60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદેસર વીજ કનેકશનના 32 કેસ કરવામાં આવ્યા છે. તેમજ અમુક આરોપીઓના ઘરોમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી 3 સામે દારૂના ગુના નોંધાયા છે.

શહેરના પછાત વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃતિઓનું દુષણજામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા બાવરીવાસ, ઝુંપડ પટ્ટી તેમજ રેલના પાટાવાળી સોસાયટીઓ, નાનકપુરીના પાછળના બાવરીવાસ, નંદનવન પાછળ આવેલા ગોદડીયા વાસ તેમજ શહેરના જુના રેલ્વે સ્ટેશન સહિતના પછાત વિસ્તારોમાં દેશી દારૂનું દુષણ વધ્યું છે. પોલીસ આવા પછાત વિસ્તારોમાં સઘન ચેકીંગ કરે તો દેશી દારૂનું દુષણ બંધ થાય તેમ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande