
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામે આખલા ને હાંકવાના મુદે કોદાળી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી આ મુદે સામસામે ફરીયાદ નોંધાઈ છે.
મહોબતપરા ગામે રહેતા ભાયાભાઈ કરશનભાઈ ચાવડાએ એવી ફરીયાદ નોંધાવી છે કે તેઓ પોતાના ઘર પાસે હિંડોળા પર બેઠા હતા તે દરમ્યાન ગૌશાળાના બે આખલા બહાર નિકળી બાધતા બાધતા તેમના ઘર પાસે આવતા તેમને ભગાડતા જેના મનદુઃખને લઇ રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઇ ઘરસડીયાએ આખલા કેમ મારી તરફ ભગાડે છે તેમ કહી ભુંડી ગાળો આવી હતી ત્યાર બાદ કોદાળી લઇ આવી અને ભાયાભાઇ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી તો સામા પક્ષે રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઇ ઘરસડીયાએ એવી ફરીયાદ નોંધાવી છે કે આખલા મારી બાજુ કેમ કાઢે છે તેમ કહેતા ઉશ્કેરાયેલા ભાઈએ રાજેશ પાસે રહેલી કોદળી ઝુંટવી લઈ અને હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવામા કુતિયાણા પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya