પોરબંદરના ખાપટ આંગણવાડી ખાતે પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો.
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે મહાનગરપાલિકાના એનયુએલએમ (NULM) વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બહેનોને સરકારની વ
પોરબંદરના ખાપટ આંગણવાડી ખાતે પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો.


પોરબંદરના ખાપટ આંગણવાડી ખાતે પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો.


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે મહાનગરપાલિકાના એનયુએલએમ (NULM) વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બહેનોને સરકારની વિવિધ યોજનાઓ તેમજ બેંકિંગ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના એનયુએલએમ શાખાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા પીએમ સ્વનિધિ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી બહેનોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ યોજનાના લાભ, લોન પ્રક્રિયા અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત લીડ બેંકના ફાઇનાન્સિયલ લિટરસી કોર્ડિનેટર જાવેદભાઈ દ્વારા બેંકિંગ જાગૃતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જનધન યોજના (PMJDY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) સહિતની બેંકિંગ યોજનાઓની માહિતી આપી હતી. સાથે જ બેંકિંગ વ્યવહારો દરમિયાન થતા ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તેનું બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવતા ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી. જેથી નાના વ્યવસાય કરતા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે. આ તકે મહાનગરપાલિકાના એનયુએલએમ પ્રોજેક્ટના સમાજ સંગઠન કાર્યકર અલ્પાબેન મકવાણા અને મનીષાબેન ચાંચિયા સહિત ખાપટ વિસ્તારની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande