
ગીર સોમનાથ 17 માર્ચ (હિ.સ.) સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામના જવાન જાદવ દિવ્યેશસિંહ CRPF ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના વતન પરત ફરતા સમગ્ર ગામ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જવાન દિવ્યેશસિંહ ના સન્માનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી વડોદરાઝાલા મહાબળ બાપાના સાનિધ્યમાં ઢોલ-નગારા સાથે પ્રશ્નાવડા ગામ સુધી યોજાઈ હતી.ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
દિવ્યેશસિંહની આ સિદ્ધિ ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. રાજપૂત સમાજની વાડી ખાતે પણ એક વિશેષ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ