જૂનાગઢમાં મિલેટ એક્ષ્પો બનશે આરોગ્યનો ઉત્સવ, પરંપરાગત અને આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન આપવા તા.૨૧ અને ૨૨ માર્ચ મિલેટ એક્ષ્પો યોજાશે
જુનાગઢ 17 માર્ચ (હિ.સ.) પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદારૂપ એવા આપણા પરંપરાગત બાજરી, જુવાર, રાગી, કાંગ વગેરે જાડા ધાન્ય લોકો અપનાવવા માટે પ્રેરિત થાય તેવા આશય સાથે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ ખાતે તા. ૨૧ તથા ૨૨ મા
જૂનાગઢમાં મિલેટ એક્ષ્પો બનશે


જુનાગઢ 17 માર્ચ (હિ.સ.) પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદારૂપ એવા આપણા પરંપરાગત બાજરી, જુવાર, રાગી, કાંગ વગેરે જાડા ધાન્ય લોકો અપનાવવા માટે પ્રેરિત થાય તેવા આશય સાથે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ ખાતે તા. ૨૧ તથા ૨૨ માર્ચના રોજ મિલેટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મિલેટ એક્ષ્પોના સુચારું આયોજન સંદર્ભે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં મિલેટ એક્ષ્પોના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ કરવા સંદર્ભે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં સરદાર બાગ સ્થિત ઝાંસીની રાણી સર્કલ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં બે દિવસીય મિલેટ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ પ્રદર્શન રાખવામાં આવશે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મેલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ - વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ આઈટમ વગેરે પણ રાખવામાં આવશે.

આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ વગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ., આયુર્વેદ, કૃષિ યુનિવર્સિટી સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવશે.

આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ, પ્રોગ્રામ ઓફિસર શ્રી ચેતન સોજીત્રા સહિતના સંલગ્ન વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મિલેટ યર -૨૦૨૩ અને મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મિલેટ્સનો આહારમાં વધુ ઉપયોગ કરે અને લોકોનું જીવન તંદુરસ્ત બને તેવા શુભઆશય સાથે જૂનાગઢ સહિત રાજ્યની ૧૭ મહાનગરપાલિકમાં મિલેટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande