માળિયાહાટીના ખાતે કન્યા શાળામાં 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો: આરોગ્યલક્ષી સેવાઓનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો
જૂનાગઢ 17 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલી કન્યા શાળા ખાતે ''સેવાસેતુ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવમાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમ અ
માળિયાહાટીના ખાતે   કન્યા શાળામાં 'સેવાસેતુ' કાર્યક્રમ


જૂનાગઢ 17 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલી કન્યા શાળા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવમાં આવી હતી.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં બિનચેપી રોગોના નિદાન માટે BP (બ્લડ પ્રેશર) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. તેમજ આયુષ્માન ભારત યોજના અંતર્ગત નવા કાર્ડ કાઢવા તેમજ તેને લગતી કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન અંગે મહિલાઓને વિગતવાર જાણકારી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

આ તકે આ કાર્યક્રમમાં માળિયાહાટીના મામલતદાર કે.કે. વાળા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી, ભંડુરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સ્વપ્ના ભરડા, તાલુકા MTS નિકુંજ વ્યાસ તથા આરોગ્ય વિભાગનો અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા. મામલતદારએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande