રાધનપુરમાં સગીરાએ દુષ્કર્મ બાદ આત્મહત્યાનો પ્રયાસ
પાટણ, 17 માર્ચ (હિ.સ.)રાધનપુર વિસ્તારમાં 14 વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ થયાની અને તેની ન્યૂડ તસવીરો વાયરલ કરવાની ધમકી આપવામાં આવેલી ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 02/01/2026ના રોજ આરોપી ગૌતમ રાજુભાઈ દેવીપુજકે સગીરાને દુકાન પાછળ બોલાવી ત
રાધનપુરમાં સગીરાએ દુષ્કર્મ બાદ આત્મહત્યાનો પ્રયાસ


પાટણ, 17 માર્ચ (હિ.સ.)રાધનપુર વિસ્તારમાં 14 વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ થયાની અને તેની ન્યૂડ તસવીરો વાયરલ કરવાની ધમકી આપવામાં આવેલી ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 02/01/2026ના રોજ આરોપી ગૌતમ રાજુભાઈ દેવીપુજકે સગીરાને દુકાન પાછળ બોલાવી તેની સાથે દુષ્કર્મ કર્યું અને વાંધાજનક તસવીરો પાડી ધમકી આપી હતી. ડરના કારણે સગીરાએ લાંબા સમય સુધી પરિવારને જાણ કરી નહોતી.

પછી સગીરાએ આરોપીને લગ્ન કરવા કહ્યું હતું, પરંતુ આરોપીએ ઇન્કાર કરતા તે માનસિક દબાણમાં આવી ગઈ. સામાજિક બદનામીના ભયથી 12/03/2026ના રોજ સગીરાએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સારવાર દરમિયાન 16/03/2026ના રોજ સગીરાએ પોલીસને નિવેદન આપ્યું હતું, જેના આધારે રાધનપુર પોલીસે આરોપી વિરુદ્ધ BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેને પકડવા તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande