જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભા રહેવાની તૈયારી કરતા યુવાનના ઘરે ધમાલ, લૂંટ
જામનગર, 17 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉભા રહેવા માટેની યુવાન તૈયારી કરતા હોય, તે યુવાનના સાંઢુભાઈને પસંદ ન પડતા અને રીસામણે બેઠેલી યુવાનની પત્ની સહિતના પાંચ શખસોએ ઘરે જઈને દંગલ મચાવ્યું હતું અને ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ ર
ફરિયાદ


જામનગર, 17 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉભા રહેવા માટેની યુવાન તૈયારી કરતા હોય, તે યુવાનના સાંઢુભાઈને પસંદ ન પડતા અને રીસામણે બેઠેલી યુવાનની પત્ની સહિતના પાંચ શખસોએ ઘરે જઈને દંગલ મચાવ્યું હતું અને ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રૂ.35 હજારની લૂંટ કરી હતી અને છુટું કરવું હોય તો રૂ.10 લાખ આપવાની વાત કરીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના શંકરટેકરી નવી નિશાળ સામે રહેતા વસીમ હાજીભાઈ ખફી (ઉ.વ.35) નામના યુવાનની પત્ની શહેનાઝ સાઢુભાઈ અનવર સાથે બોલતી હોય, જે પતિને પસંદ ન હોવાથી બોલવાની ના પાડતા પત્નીએ ઝગડો કરીને બહેનના ઘરે રીસામણે ચાલી ગઈ છે. યુવાન કોર્પોરેશનની ચુંટણીમાં ઉભા રહેવાના હોય, તે આરોપીઓને પસંદ ન પડતા ગત તા.19 જાન્યુઆરીના રોજ આરોપીઓ શહેનાઝ વસીમ ખફી, રસીદાબેન ગુલઝાર ખફી, અંજુમ અનવરભાઈ ખફી, અનવર ઉર્ફે અન્નો કાસમભાઈ ખફી અને ઈકબાલ ઉર્ફે ઈકો કાસમ ખફી યુવાનના ઘરે પહોંચ્યા હતા. અને ઘરે દંગલ મચાવીને સોનાની એરીંગ, સોનાની વીટી મળીને બે તોલા જેટલુ સોનુ અને રોકડ રુ.35 હજાર તેમજ ઘરવખરીનો સામાન અને ડોક્યુમેન્ટસ લઈ ગયા હતા.

યુવાનને ફસાવવા માટે આરોપી અનવર ઉર્ફે અન્નાએ કાવતરૂ રચ્યું હોવાનું યુવાને જણાવ્યું છે. તેમજ ગત તા.16ના રોજ યુવાન વિસ્તારમાંથી નિકળતા ઈકબાલ ઉર્ફે ઈકો ખફીએ રોક્યો હતો અને તારે તારી પત્ની સાથે છુટું કરવું હોય તો રૂ.10 લાખ આપવા ડતશે, નહિતર તને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande