



પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્રારા બાકી વીજ બીલને લઈ ડિશકનેકશન ડ્રાઈવનુ આયોજન કરવામા આવ્યુ હતુ રહેણાંક અને કોમર્સિયલની સાથે સરકારી કચેરી પણ હડફેટ ચડી ગઈ હોય તેમ આજે પોરબંદરના સાંદીપનિ રોડ પર આવેલા જીલ્લા સેવા સદન -2નુ વીજ કનેકશન કટ કરી દીધુ હતુ લાઇટ બીલની રૂ.5 લાખ જેવી રકમ ભરવામા નહિં આવતા પીજીવીસીએલ દ્રારા કાર્યવાહી કરવામા આવી હોવાનુ જાણાવા મળી રહ્યું છે. જીલ્લા સેવા સદન-2મા વિવીધ સરકારી કચેરી આવેલી છે. તે તમામ ઓફિસની વીજળી ગુલ થઇ ગઇ હતી જેના કારણે અહિં ફરજ બજાવતા કર્મચારીઓની ઉનાળાના સમયમા કફોડી હાલત બની હતી એવુ પણ ચર્ચા જોવા મળી છે. વિવિધ સરકારી કચેરીને વીજબીલની રકમ માર્ગ-મકાન વિભાગને ચુકવી દીધી હતી પરંતુ તેમના દ્રારા સમયસર વીજ બીલ ભરવામાં નહિં આવતા વીજ કનેકશન કટ થયું હોવાનુ કહેવાય છે. વીજ કનેકશન કટ થતા વિવિધ સરકારી કચેરીના વાડાઓએ માર્ગ -મકાન વિભાગને જાણ કરી હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya