
સુરત, 17 માર્ચ (હિ.સ.): ઉમરપાડા તાલુકાના સાતવણ ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. જેમાં CRP લક્ષ્મણભાઈએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે જણાવી જમીન અને પાકને પ્રાકૃતિક કૃષિ વડે થતાં ફાયદા અંગે જાણકારી આપી હતી. વધુમાં ATM ઘનશ્યામભાઈએ ગાય આધારિત ખેતીથી ન્યુનતમ ખર્ચની સામે મળતાં મહત્તમ નફા દ્વારા ખેડૂતોને થતાં આર્થિક લાભ વિષે માહિતગાર કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે