પાટણ તાલુકામાં ઉમિયા માતાજી રથ પરિભ્રમણ પૂર્ણ, હવે ચાણસ્મામાં શરૂઆત
પાટણ, 17 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના 16 ગામોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉમિયા માતાજીના રથ પરિભ્રમણનું સફળ સમાપન થયું છે. અંતિમ દિવસે માંડોતરી, રૂની, હાજીપુર અને કમલીવાડા ગામોમાં આરતી અને પાલખી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. હવે આ રથ આજથી
પાટણ તાલુકામાં ઉમિયા માતાજી રથ પરિભ્રમણ પૂર્ણ, હવે ચાણસ્મામાં શરૂઆત


પાટણ તાલુકામાં ઉમિયા માતાજી રથ પરિભ્રમણ પૂર્ણ, હવે ચાણસ્મામાં શરૂઆત


પાટણ, 17 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના 16 ગામોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉમિયા માતાજીના રથ પરિભ્રમણનું સફળ સમાપન થયું છે. અંતિમ દિવસે માંડોતરી, રૂની, હાજીપુર અને કમલીવાડા ગામોમાં આરતી અને પાલખી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. હવે આ રથ આજથી ચાણસ્મા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે.

આ રથયાત્રાનો પ્રારંભ મીઠી વાવડી, ખીમીયાણા અને મેમદપુરથી થયો હતો અને ત્યારબાદ ગજા, નોરતા, અંબાપુરા, રણુજ અને ડાભડી સહિતના ગામોમાં પરિભ્રમણ થયું હતું. માતપુર, વિસલવાસણા, કણી અને ધારપુર ગામના ભક્તોએ પણ ઉમિયા માતાજીના દર્શનનો લાભ લીધો હતો. હવે આગામી સમયમાં પાટણ શહેરના પાટીદાર વિસ્તારોમાં પણ આ રથ પરિભ્રમણ યોજાશે.

આ સમગ્ર આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે કડવા પાટીદાર સમાજની એકતા માટે કાર્યરત છે. સંસ્થા ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ સહાય, સિવિલ સર્વિસ તૈયારી, લગ્ન સહાય, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જેવી વિવિધ સામાજિક સેવાઓ પણ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande