જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં કાલથી 21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
જામનગર, 17 માર્ચ (હિ.સ.) : રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી તા.18 માર્ચથી તા. 21 માર્ચ દરમિયાન હાલાર સહિત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી,
ઝાકળ વાળી સવાર


જામનગર, 17 માર્ચ (હિ.સ.) : રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી તા.18 માર્ચથી તા. 21 માર્ચ દરમિયાન હાલાર સહિત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્રારકા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનથ અને બોટાદ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અમુક તકેદારીનાં પગલા લેવા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરાઇ છે.

જેમાં સંભવિત કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.

ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા.યાર્ડમાં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેમાં એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા, વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande