
જુનાગઢ 17 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, મનપા કોડીનેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કોઓર્ડિનેટર જયંતિ કાછડીયા, સોનલબેન બગડા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત યોગ ટ્રેનરો માટે એક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ ૪૫ યોગ ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પરીક્ષાનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કુશળતા અને પ્રયોગાત્મક સમજણનું મૂલ્યાંકન કરવાનું હતું. જેથી યોગ શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય અને સમાજમાં યોગનો વ્યાપ વધુ મજબૂત બને.
જિલ્લા યોગ કોઓર્ડિનેટરએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા યોગ ટ્રેનરોને વધુ પ્રોત્સાહન મળે છે. અને તેઓ પોતાના કાર્યમાં વધુ નિષ્ણાત બને છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા યોગ ટ્રેનરની જૂનાગઢ સ્પોર્ટ સંકુલ ગાંધીગ્રામ માં એક્ઝામ લેવામાં આવી હતી.
આ એક્ઝામ આપીને ટ્રેનરને લોકોને યોગના મહત્વ વિશે સમજ આપવા અને યોગ વિશે જાગૃતિ ફેલાવવા પણ જિલ્લા યોગ કોઓર્ડિનેટર દ્રારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ