મહારાષ્ટ્રમાં ચોરી કરી ભાગતી ગેંગના 3 સભ્યો સુરતમાં ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે
સુરત, 17 માર્ચ (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીઓ કરીને ભાગી રહેલી આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 12.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના
Surat


સુરત, 17 માર્ચ (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીઓ કરીને ભાગી રહેલી આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 12.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે, જે પોલીસે કબ્જે કર્યા છે.

માહિતી મળ્યા બાદ નિયોલ ચેકપોસ્ટ પર પોલીસ સક્રિય થઈ ગઈ હતી. એક લક્ઝરી બસને રોકતા જ શંકાસ્પદ લોકો બસમાંથી કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તરત જ પીછો કરી ફિલ્મી અંદાજમાં તેમને પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેઓ મજૂરીના બહાને અલગ-અલગ રાજ્યોમાં જઈ ચોરી જેવી પ્રવૃત્તિઓ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં થયેલી બે ચોરીઓ સ્વીકારી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આ કામગીરીમાં સારોલી પોલીસની ટીમે ઝડપી અને ચુસ્ત કામગીરી દર્શાવી છે. હાલ પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી છે અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande