ઝીલિયા ગામે હુમલો અને પોલીસની કડક કાર્યવાહી, 18 શખસોને ઝડપી પાડ્યા
પાટણ, 18 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ હથિયારો સાથે હુમલો કરી તોડફોડ અને આતંક મચાવ્યો હતો. મંદિરના ફાળા મુદ્દે થયેલી જૂની અદાવતને કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 18 શખસોને ઝડપી
ઝીલિયા ગામે હુમલો અને પોલીસની કડક કાર્યવાહી, 18 શખસોને ઝડપી પાડ્યા


પાટણ, 18 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ હથિયારો સાથે હુમલો કરી તોડફોડ અને આતંક મચાવ્યો હતો. મંદિરના ફાળા મુદ્દે થયેલી જૂની અદાવતને કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 18 શખસોને ઝડપી પાડ્યા છે.

હુમલાખોરોના કારણે પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓ સાથે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. બાદમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીઓને કાયદેસર રીતે કાબૂમાં લીધા હતા.

પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમને દંડા માર્યા, ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. આ દ્રશ્યો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande