અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનું ઘટ સ્થાપન કરાયુ, અખંડ ધૂન નો પ્રારંભ , 21 અને 22 માર્ચે અંબાજી મંદિર ના ચાચરચોકમાં અંબાજી ઉત્સવનું વિશેષ આયોજન
અંબાજી, 19 માર્ચ (હિ.સ.) આજ થી આદ્યાશક્તિ ની આરાધના નો પર્વ ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયો છે.સાથે હિન્દુઓ ના નવાવર્ષ વિક્રમ સવંત 2082 નો પણ આજ થી શુભોરંભ થયો છે. અને સાથે સિન્ધી સમાજ ના ચેટીચાંદ નો પણ પર્વ છે. આ
AMBAJI MANDIR MA GHT STHAPNA


AMBAJI MANDIR MA GHT STHAPNA


AMBAJI MANDIR MA GHT STHAPNA


AMBAJI MANDIR MA GHT STHAPNA


અંબાજી, 19 માર્ચ

(હિ.સ.) આજ થી

આદ્યાશક્તિ ની આરાધના નો પર્વ ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયો છે.સાથે હિન્દુઓ ના નવાવર્ષ વિક્રમ

સવંત 2082 નો પણ આજ

થી શુભોરંભ થયો છે. અને સાથે સિન્ધી સમાજ ના ચેટીચાંદ નો પણ પર્વ છે. આજ થી

હિન્દુઓ ના નવા વર્ષ ની સાથે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતાં શક્તિપીઠ અંબાજી

મંદિર ખાતે વહેલી સવાર થી જ યાત્રીકો નો ઘોડાપુર ઉમટ્યુ હતુ. ને વહેલી સવારે મંગળા

આરતીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મ પત્ની અંજલીબેન પરિવાર સહ

દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યારે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ પણ સવારે મંગળા

આરતીમાં દર્શને પહેલા નોરતે અંબાજીમાં દર્શનનો લાભ લીધો હતો જ્યારે મંગળા આરતી માં

હજારો ની સંખ્યામાં ભક્તો એ આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ મંદિર પરીસાર માં જ

નવરાત્રી ના નવ દિવસ માટે ગટસ્થાપન વીધી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અધીક કલેકટર

ની ઉપસ્થીતી માં કરવામાં આવ્યુ હતુ. આ ગટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત

કરી જવેરા વાવી ગટ સ્થાપન કરાયા બાદ વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. ને આ જવેરા 9 માં દિવસે જોતા આવનારા વર્ષ ની વૃદ્ધી

કેવી થાય છે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જોકે યાત્રીકો ના ઘસારા ને પહોંચી

વળવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન ની પણ ખાસ સુવિધા સાથે સુરક્ષા

ગોઠવવામાં આવી છે. જ્યારે મંદિર ના નૃત્ય મંડપ માં વર્ષો ની પરંપરા મુજબ જય અંબે

ની અખંડ ધુન પણ આજ થી શરુ કરવામાં આવી છે. જે સતત નવ દિવસ 24 કલાક અવિરત ચાલુ રહેશે. ને 10 માં દિવસે તેની પુર્ણાહુતી કરવામાં

આવશે.તેમ કૌશીકમોદી (અધીક કલેકટર અને વહીવટદાર,મંદિર)અંબાજી એ જણાવ્યું હતું.

જોકે આગામી 21 અને 22 માર્ચે અંબાજી મંદિર ના ચાચરચોક માં

અંબાજી ઉત્સવ નો વિશેષ આયોજન પણ કરવામાં આવ્યુ છે. તેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા

ભજન અને ગરબા ની રમઝટ બોલવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande