કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ, જિલ્લામાં બાળમજૂરી નાબૂદી માટે કલેક્ટની કડક સૂચના
ગીર સોમનાથ 18 માર્ચ (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષમાં કરવામાં આવેલી બાળમજૂરી નાબૂદી અંગેની રેડ તેમજ માલિકો સામે દાખલ કરવામાં આવ
કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ


ગીર સોમનાથ 18 માર્ચ (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષમાં કરવામાં આવેલી બાળમજૂરી નાબૂદી અંગેની રેડ તેમજ માલિકો સામે દાખલ કરવામાં આવેલા કેસો અને બાળમજૂરીના દંડ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરએ સમગ્ર જિલ્લાની નગરપાલિકાઓ વિસ્તાર અંતર્ગત થતી બાળમજૂરોની સ્થિતિ અને ચકાસણી તેમજ ડ્રાઈવ અંગે પૃચ્છા કરી અને બાળમજૂરી નાબૂદ કરવા સઘન ચકાસણી હાથ ધરવા કડક સૂચના આપી હતી. કલેક્ટર દ્વારા ટાસ્કફોર્સના તમામ સભ્યોને સાથે મળી સટ્ટાબજાર, પ્રભાસપાટણ અને હાટ બજાર સહિતના વિસ્તારોમાં વધુ પરિણામલક્ષી કામગીરી કરવા માટે તેમજ સામાન્ય લોકોમાં પણ બાળમજૂરી અંગે જાગૃતિ ફેલાવવા માટે સઘન પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં સ્ટ્રીટ ફૂડ વિસ્તાર, બાંધકામ સાઈટો, કોટેજ ઈન્ડસ્ટ્રીઝ, ફિશરીઝ ઈન્ડસ્ટ્રીઝ, હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ સહિતના સ્થળોએથી બાળમજૂરી નાબૂદ થાય એ દિશામાં કામગીરી કરવા અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શિત કરાયા હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, શ્રમ અધિકારી પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande