પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ.
પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરમાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીન
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ.


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરમાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓ, ડ્રેનેજ લાઇન તથા આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે.

સેનિટેશન વિભાગના અધિકારી જગદીશભાઈ ઢાંકી સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે તથા વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમની દેખરેખ હેઠળ મશીનરી અને માનવબળના સહયોગથી નાળાઓમાંથી ગાદ, કચરો તથા અવરોધો દૂર કરવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. આ જ કામના ભાગરૂપે વોર્ડ નં.1 વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પાણીના નાળાની સફાઈ કરવામાં આવી છે. જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે અને પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વોર્ડ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી ચાલુ રાખવામાં આવશે અને નાગરિકોને સ્વચ્છ, સુવ્યવસ્થિત તથા સુરક્ષિત પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે, તેવું સેનિટેશન વિભાગના અધિકારી જગદીશભાઈ ઢાંકી એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande