પોરબંદર શહેરમાં પીએમ સ્વનિધી યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો
પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરમાં શેરી ફેરીયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવા માટે “સ્વનિધી ભી, સ્વાભિમાન ભી” અભિયાન અંતર્ગત પીએમ સ્વનિધી યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આય
પોરબંદર શહેરમાં પીએમ સ્વનિધી યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો.


પોરબંદર શહેરમાં પીએમ સ્વનિધી યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો.


પોરબંદર શહેરમાં પીએમ સ્વનિધી યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પ યોજાયો.


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરમાં શેરી ફેરીયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવા માટે “સ્વનિધી ભી, સ્વાભિમાન ભી” અભિયાન અંતર્ગત પીએમ સ્વનિધી યોજના અંગે પ્રચાર-પ્રસાર અને ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ પોરબંદર શહેરના ઝૂરીબાગ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવેલા ગ્રાઉન્ડમાં યોજાયો હતો.

આ કેમ્પમાં પોરબંદર મહાનગરપાલિકાની એન.યુ.એલ.એમ. (NULM) શાખા દ્વારા બહેનો, શેરી ફેરીયાઓ તથા તેમના પરિવારોને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીએમ સ્વનિધી યોજના હેઠળ લોન લઈ સ્વરોજગાર શરૂ કરનારા બહેનો, ફેરીયાઓને વધુ સામાજિક સુરક્ષા મળે તે માટે સરકારની અનેક યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના એન.યુ.એલ.એમ. શાખાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા પીએમ સ્વનિધી યોજના અંગે બહેનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યોજનાના લાભો, લોનની પ્રક્રિયા, સમયસર ચુકવણીથી મળતા પ્રોત્સાહનો તથા આગામી તબક્કાના લાભો વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે લીડ બેંકના ફાઇનાન્સિયલ લિટરસી કોઓર્ડિનેટર જાવેદભાઈ દ્વારા બેંકિંગ સેવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પી.એમ. જનધન યોજના, પી.એમ. સુરક્ષા વીમા યોજના, પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજના, પી.એમ. શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) સહિતની યોજનાઓની માહિતી આપી હતી. સાથે જ બેંકિંગ વ્યવહારો દરમિયાન થતા ઓનલાઇન અને ફોનથી થતા ફ્રૌડથી સાવચેત રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન પીએમ સ્વનિધી યોજના હેઠળ આપવામાં આવતા ક્રેડિટ કાર્ડ તથા તેના ઉપયોગ વિશે લાભાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત વન નેશન વન રાશન કાર્ડ યોજના, જનની સુરક્ષા યોજના, પી.એમ. માતૃ વંદના યોજના સહિતની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના એનયુએલએમ પ્રોજેક્ટના સમાજ સંગઠનના અલ્પાબેન મકવાણા અને મનીષાબેન ચાંચીયા હાજર રહ્યા હતા. ઝૂરીબાગ વિસ્તારની મોટી સંખ્યામાં બહેનો તથા લાભાર્થીઓએ કેમ્પમાં હાજરી આપી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. કેમ્પ દ્વારા શેરી ફેરીયાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને આર્થિક રીતે સશક્ત બનવા અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવા પ્રોત્સાહન મળ્યું હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande