પાટણમાં 14 વર્ષની કિશોરી ગુમ, અપહરણની શંકા
પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની 14 વર્ષની કિશોરી ત્રણ દિવસથી ગુમ છે. તેની માતા પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ હતી અને મોટી દીકરી તેની સંભાળ માટે ત્યાં રોકાઈ હતી. 15 માર્ચના રોજ માતા નવજાત બાળકી
પાટણમાં 14 વર્ષની કિશોરી ગુમ, અપહરણની શંકા


પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની 14 વર્ષની કિશોરી ત્રણ દિવસથી ગુમ છે. તેની માતા પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ હતી અને મોટી દીકરી તેની સંભાળ માટે ત્યાં રોકાઈ હતી.

15 માર્ચના રોજ માતા નવજાત બાળકીને NICU વોર્ડમાં લઈ ગઈ હતી અને દીકરીને બહાર બેસવાનું કહ્યું હતું, પરંતુ પાછી ફરતાં દીકરી ત્યાં જોવા મળી ન હતી. ઘણાં પ્રયાસો છતાં કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નથી.

પિતાને જાણ થઈ કે તેમના ભઠ્ઠા પર કામ કરતો ઓમકાર સૈની નામનો મજૂર દીકરી સાથે ફોન પર વાત કરતો હતો અને ઠપકો મળ્યા બાદ વતન ચાલ્યો ગયો હતો. આથી પિતાએ અપહરણની શંકા સાથે રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande