કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના 80 યુવાનોએ મિલિટરી સ્ટેશનની મુલાકાત કરી
ગાંધીનગર, 19 માર્ચ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના ૨૦ કોલેજના ૮૦ યુવાનો અને ૪ અધ્યાપકો દ્વારા ગાંધીનગર સ્થિત 11th Battalion Maratha Light Infantry ખાતે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ
યુવાનોએ મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી


યુવાનોએ મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી


યુવાનોએ મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી


ગાંધીનગર, 19 માર્ચ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના ૨૦ કોલેજના ૮૦ યુવાનો અને ૪ અધ્યાપકો દ્વારા ગાંધીનગર સ્થિત 11th Battalion Maratha Light Infantry ખાતે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સેનાના દૈનિક જીવન, શિસ્ત, તાલીમ પદ્ધતિ તેમજ દેશની સુરક્ષા માટે સૈનિકો દ્વારા આપવામાં આવતી અવિરત સેવાઓ વિશે વિસ્તૃત માહિતી માનવિંદરસિંહ દ્વારા આપવામાં આવી હતી સાથે વિધાર્થીઓને વિવિધ સૈનિક સ્મારકો, પ્રદર્શની અને ૧૯૭૧ના યુદ્ધમાં દેશના ઝાંબાજ સૈનિકોના યોગદાનની વિજયગાથા જણાવાઈ હતી. આ મુલાકાત માત્ર શૈક્ષણિક નહીં પરંતુ જીવનમૂલ્યોને સ્પર્શતી અને યુવાનોમાં શિસ્ત, સમર્પણ તથા રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા પ્રેરક બની હતી. સર્વ વિદ્યાલય વતી ડો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા સૌરભ તોમર સાહેબને સ્મૃતિચિન્હ આપી સંસ્થા વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande