ભાવનગર એલ.સી.બી.નો દબદબો: ગંજીપત્તાના જુગાર રમતા ચાર આરોપીઓ ઝડપાયા, રોકડ રૂ.11,170 કબજે.
ભાવનગર, 20 માર્ચ (હિ.સ.)ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અનુક્રમે એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખેડુતવાસ વિસ્તાર ખાતે જાહેરમાં
રેડ


ભાવનગર, 20 માર્ચ (હિ.સ.)ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અનુક્રમે એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખેડુતવાસ વિસ્તાર ખાતે જાહેરમાં રમાતા જુગાર પર રેઇડ કરીને ચાર ઈસમોને ઝડપ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માહિતી મુજબ એલ.સી.બી.ના સ્ટાફને બાતમી મળી હતી કે ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારમાં મેલડીમાની ધાર નજીક મફતનગર ખાતે શાંતાબેન કેશાભાઈ ચુડાસમા તથા તેના પરિવારજનો દ્વારા બહારના લોકોને બોલાવી ગંજીપત્તાના પાનાં વડે હાથકાપનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. હાલ પણ આ પ્રવૃત્તિ ચાલુ હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો જુગાર રમતા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 52 પત્તાની ગંજીપત્તાની ગડ્ડી અને રોકડ રૂ. 11,170 કબ્જે કર્યા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર રમાડતા તત્વોમાં દહેશત ફેલાઈ છે.

પકડાયેલા આરોપીઓમાં આકાશ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.23), અજય પ્રવિણભાઈ ગોહેલ (ઉ.વ.25), મુકેશભાઈ જીણાભાઈ ચૌહાણ (ઉ.વ.37) અને જુવાનસંગ ભીખાભાઈ ડોડીયા (ઉ.વ.42)નો સમાવેશ થાય છે. જ્યારે આ મામલે સંડોવાયેલા અન્ય આરોપીઓ મહેશ ઉર્ફે ગણપત ચૌહાણ, શાંતાબેન કેશાભાઈ ચુડાસમા તેમજ તેના પુત્રો અવિનાશ અને કૃણાલ હાલ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.આ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ કાર્યવાહી દ્વારા પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ પણ સંજોગોમાં બરદાશ્ત કરવામાં નહીં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande