
જૂનાગઢ 20 માર્ચ (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા તા.૨૧ માર્ચના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મંત્રી સવારે ૧૦ કલાકે હવેલી વાડી, ઝાંસી રાણી સર્કલ પાસે, સરદારબાગ જૂનાગઢ ખાતે આયોજિત મિલેટ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
બપોરે ૧૨ કલાકે જૂનાગઢ મહાનગર સંગઠનની બેઠક, સર્કિટ હાઉસ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે. બપોરે ત્રણ કલાકે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાની નવનિર્મિત મામલતદાર કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૫ કલાકે વિસાવદર તાલુકાના કુબા ખાતે આયોજિત સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે ૭ કલાકે વિસાવદર જિલ્લા ભાજપ સંગઠનની બૃહદ બેઠકમાં હાજરી આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ