
જુનાગઢ, 20 માર્ચ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ગૌરવ એવોર્ડ – ૨૦૨૫ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ એવોર્ડ હેઠળ રમતગમત, શિક્ષણ, સામાજિક સેવા, કલા-સંસ્કૃતિ, સાહિત્ય તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ/સંસ્થાઓને માન્યતા આપવામાં આવશે. જિલ્લાના તમામ સરકારી અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રમજાગચત સંસ્વાઓ તેમજ રસ પરાજતા નાસિરડીને પોગ્ય ઉમેદવારીના નામો સુચવવા વિનંતી કરવામાં આવે છે.
દરખાસ્ત સાથે ઉમેદવારની સંપુર્ણ માહિતી નામ, જન્મતારીખ અને ઉમર, જન્મ સ્થળ, હાલનુ ટપાલનું સરનામું ધંધો/નોકરી (સરકારી કર્મચારીના કિસ્સામાં હોદ્દો અને કચેરીનું સરનામું), કામગીરીનું ક્ષેત્ર, ભૂતકાળમાં રાજ્યકક્ષાના કે અન્ય કોઈ એવોર્ડ/સન્માનપત્ર આપવામાં આવ્યા હોય તો તેની વિગત, ભુતકાળમાં કોઈ એવોર્ડ માટે દરખાસ્ત મોકલવામાં આવી હોય તો તેની વિગત જે કામગીરી/પ્રવૃત્તિ માટે ભલામણ કરવામાં આવી છે તે વિશિષ્ટ કામગીરીનો વિગતવાર અહેવાલ (વધુમાં વધુ બે પાનામાં), સંબંધિત કલેકટર નો અભિપ્રાય, પ્રાપ્ત સિદ્ધિઓ તથા જરૂરી પુરાવા દસ્તાવેજો ફરજિયાત રીતે જોડવાના રહેશે.
દરખાસ્ત મોકલવાની અંતિમ તા.૨૧/૩/૨૦૨૬ છે. દરખાસ્ત મોકલવાનું સરનામું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, મેંદરડા રોડ, કાર્મેલ કોન્વેન્ટ સ્કુલની પાછળ, જૂનાગઢ ૩૬૨૦૦૧. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જૂનાગઢનો સંપર્ક ૭૮૫૯૯ ૪૧૯૮૪ સાધવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ