
જૂનાગઢ, 20 માર્ચ (હિ.સ.) : જૂનાગઢમાં તા. ૨૧ અને ૨૨ માર્ચે ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-૨૦૨૬’ને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ડો. પ્રદ્યુમન વાજા ખુલ્લો મુકશે. શહેરમાં સરદાર બાગ પાસે ઝાંસીની રાણી સર્કલ સામેની હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-૨૦૨૬નો તા.૨૧ માર્ચના સવારે ૧૦ કલાકે પ્રારંભ થશે. સવારે ૧૦ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી મિલેટ મહોત્સવ પ્રદર્શન યોજાશે. જ્યારે સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
જૂનાગઢમાં યોજાનાર બે દિવસીય મિલેટ મેળામાં ૪૯ જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ પ્રદર્શન રાખવામાં આવશે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ - વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ આઈટમ વગેરે પણ રાખવામાં આવશે.
આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ વગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ., આયુર્વેદિક સામગ્રીઓનુ વેચાણ સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મિલેટ યર -૨૦૨૩ અને મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મિલેટ્સનો આહારમાં વધુ ઉપયોગ કરે અને લોકોનું જીવન તંદુરસ્ત બને તેવા શુભઆશય સાથે જૂનાગઢ સહિત રાજ્યની ૧૭ મહાનગરપાલિકમાં મિલેટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ