
ભાવનગર, 20 માર્ચ (હિ.સ.)શહેરના વિકાસ અને પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા ગઢેચી રીજુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત માન કમિશનરશ્રી દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. પ્રોજેક્ટની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા અને સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન સંબંધિત અધિકારીઓ અને કામકાજ સંભાળતી એજન્સીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.સાઇટ વિઝિટ દરમિયાન કમિશનરશ્રીએ પ્રોજેક્ટના વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ગઢેચી વિસ્તારમાં પાણીના સંચાલન, સફાઈ, હરિયાળી વિકાસ તેમજ પર્યાવરણને અનુરૂપ કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી. સાથે સાથે પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓમાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે પણ માહિતી મેળવી યોગ્ય ઉકેલ માટે સૂચનાઓ આપી હતી. ગઢેચી રીજુવેનેશન પ્રોજેક્ટ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી આ કામગીરીને વધુ અસરકારક રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. તેમણે અધિકારીઓને કામગીરીમાં ગતિ લાવવા, ગુણવત્તા જાળવવા અને પ્રજાને ઉપયોગી બને તે રીતે આયોજન કરવા સૂચના આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT