
અમદાવાદ, 20 માર્ચ (હિ.સ.) : યુનેસ્કોની રિએક્ટિવ મોનિટરિંગ મિશનના ભાગરૂપે અમદાવાદ ખાતે પધારેલા સભ્યો સાથે એક વિશેષ પરિચય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણમાં અધિકારીઓ હેરિટેજ કોઝરવેશન કમિટીના સભ્યો, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ઊપસ્થિત રહ્યા હતા.
જ્યાં મ્યુનિસીપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મીટીંગમાં વિવિધ પ્રતિનિધિઓ દ્વારા અમદાવાદના વિવિધ હેરિટેજ પ્રોજેક્ટ્સ, કાલુપુર રેલ્વે સ્ટેશનનો પ્રોજેક્ટ, દાણાપીઠ ફાયર સ્ટેશનના પ્રોજેક્ટ, ભદ્ર કિલ્લાના પ્રોજેક્ટ વિશે વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ આ તમામ પ્રોજેક્ટ્સમાં અ.મ્યુ.કોના પ્રયાસોની સરાહના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ