ચાણસ્મા તાલુકાના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર તંત્રની મોટી કાર્યવાહી
પાટણ, 20 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર થયેલા હુમલા બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ પર થયેલા હુમલા કેસમાં અત્યાર સુધીમાં 18 આરો
ચાણસ્મા તાલુકાના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર તંત્રની મોટી કાર્યવાહી


પાટણ, 20 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર થયેલા હુમલા બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

પોલીસ પર થયેલા હુમલા કેસમાં અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્રે આક્રમક વલણ અપનાવ્યું છે.

તપાસમાં સામે આવ્યું કે ભાવેશ દેસાઈ દ્વારા ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ‘ઝીલિયા ફાર્મહાઉસ’ બનાવવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજે બુલડોઝર દ્વારા ફાર્મહાઉસની દીવાલ અને ગેટ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે પાકું મકાન અને પતરા વાળા શેડને તોડી પાડવા માટે સાત દિવસની નોટિસ આપવામાં આવી છે.

ચાણસ્મા તાલુકા વિસ્તરણ અધિકારી અંબાલાલ બી. ચૌધરી મુજબ સર્વે નંબર 166 હેઠળની જમીનમાંથી આશરે 0-71-10 ચો.મી. જમીન પર દબાણ મળ્યું હતું. આ જમીનની કિંમત અંદાજે 28 લાખથી વધુ હોવાનું જણાયું છે.

દબાણમાં આવેલા વિસ્તારમાં બે માળનું મકાન, શેડ, પેવર બ્લોક રોડ, વરંડો અને અન્ય બાંધકામ સામેલ હતા. માપણી અને હદ નિશાન બાદ આખું ફાર્મહાઉસ ગેરકાયદેસર હોવાનું સ્પષ્ટ થયું હતું.

ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ પર તૈનાત છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, દબાણ સંપૂર્ણ દૂર થાય ત્યાં સુધી કાર્યવાહી અને સુરક્ષા યથાવત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande