

પાટણ, 20 માર્ચ (હિ.સ.) સિદ્ધપુરમાં સિંધી સમાજ અને ઝુલેલાલ મંડળી દ્વારા ચેટીચંડ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી ભગવાન ઝુલેલાલના દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે શહેર ભાજપ પ્રમુખ કૌશલ જોશી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
ભગવાન ઝુલેલાલના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ આ ઉજવણીને ભવ્ય બનાવવામાં યોગદાન આપ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે ‘જય ઝુલેલાલ’ના નાદ સાથે આશરે 400 બાઈક સાથે વિશાળ રેલીનું આયોજન થયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સિંધી સમાજે પરંપરાગત રીતે નવા વર્ષની ખુશીઓ ઉજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ