

પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરમા આમતો સવારથી સાંજ સુધી ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ છે. તેમ છતા કર્લીના પુલથી કમલાબાગ સુધીના રસ્તા પર ભારે વાહનો બેફમા બનીને દોડે છે જેના કારણે અકસ્માતની ઘટના પણ બની રહી છે. ભારે વાહનો કર્લીના પુલથી કમલાબાગ થઈ છાયા ચોકી તરફ થઈ પોરબંદર ઓડદર રોડ પર દોડે છે ખાસ કરીને ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનો દિવસ રાત બેફામ બનીને દોડે છે.
આ રસ્તા પર સ્કુલ કોલેજ આવેલી જેના કારણે વિદ્યાર્થીઓની અવર જવાર રહે છે સાથે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે. શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર થી શહેરમા જવાનો પણ મુખ્ય રસ્તો છે. ભારે વાહનોના કારણે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે, કેટલાક કિસ્સામા લોકોના મોત પણ થયા છે. શહેરમા ભારે વાહનોને પ્રવેશવા પ્રતિબંધ હોવા છતા તેમજ પોરબંદરથી બાયપાસ રોડ પણ બનાવામા આવ્યા છે. તેમ છતા તેનો ઉપયોગ કરવાને બદલે શહેરમાંથી ભારે વાહનો તંત્રની નજર સામે જ દોડે છે, છતા કેમ કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. ભારે વાહનોના ચાલકો વિચિત્ર પ્રકારના હોર્ન પણ વગાડે છે, જેના કારણે આ રસ્તા પર આવેલા રહેવાસીઓ પણ તોબા પોકારી ગયા છે. ભારે વાહન પર પ્રતિબંધ કોણ અને કયારે મુકાશે તેવા સવાલો ઉઠો રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya