પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ગોધરા, 20 માર્ચ (હિ.સ.) : પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીજળી,નલ સે જલ યોજના અંતર્ગતના જોડાણ જેવી પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શ
પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ*


પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ*


પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ*


ગોધરા, 20 માર્ચ (હિ.સ.) : પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીજળી,નલ સે જલ યોજના અંતર્ગતના જોડાણ જેવી પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પડતર અરજીઓના નિવારણ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા, વિવિધ યોજનાઓના સહાય વિતરણ, વીજ જોડાણ તથા અન્ય જરૂરી બાબતો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, નાયબ વન સંરક્ષક, નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande