સિદ્ધપુરમાં ગોગા મહારાજના 13મા રમેલ મહોત્સવમાં ભક્તિમય માહોલ
પાટણ, 20 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના સરસ્વતી નદી કિનારે આવેલ શ્રી પારસ પીપળી ગોગા મહારાજ મંદિરે 13મા રમેલ (જાતર) મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હત
સિદ્ધપુરમાં ગોગા મહારાજના 13મા રમેલ મહોત્સવમાં ભક્તિમય માહોલ


પાટણ, 20 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના સરસ્વતી નદી કિનારે આવેલ શ્રી પારસ પીપળી ગોગા મહારાજ મંદિરે 13મા રમેલ (જાતર) મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

મહોત્સવ દરમિયાન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ગોગા મહારાજની આરતીમાં ભાગ લઈને દર્શન કર્યા હતા. આ પ્રસંગે વાળીનાથ તરભના 1008 જયરામગીરીજી અને ચવેલી ધામ રામજી મંદિરના મહંત 1008 બળદેવદાસજી સહિતના સંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી.

આ આયોજન શ્રી પારસ પીપળી ગોગા મહારાજ ભક્ત મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભક્ત મંડળ અને દાતાઓએ આર્થિક તથા સેવાકીય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં હરગોવનભાઈ, સાહરભાઈ, શંભુભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ, અનિતાબેન પટેલ, કૌશલભાઈ જોશી, નિરંજનભાઇ ઠાકર અને વિષ્ણુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande