નેચરલ પ્રોડક્ટ્સથી સ્વરોજગારનું સફળ મોડેલ: મહેસાણાની જસ્મીનાબેન બની પ્રેરણાસ્ત્રોત
મહેસાણી, 20 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં રહેતી પટેલ જસ્મીનાબેન વિજયભાઈ નેચરલ પ્રોડક્ટ્સ દ્વારા સ્વરોજગારનું સફળ મોડેલ ઉભું કરી રહ્યા છે. 31 વર્ષીય જસ્મીનાબેને બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા એક વર્ષથી ઘરેથી નેચરલ સાબુ અને અન્ય પ્રોડક્ટ્
નેચરલ પ્રોડક્ટ્સથી સ્વરોજગારનું સફળ મોડેલ: મહેસાણાની જસ્મીનાબેન બની પ્રેરણાસ્ત્રોત


નેચરલ પ્રોડક્ટ્સથી સ્વરોજગારનું સફળ મોડેલ: મહેસાણાની જસ્મીનાબેન બની પ્રેરણાસ્ત્રોત


મહેસાણી, 20 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં રહેતી પટેલ જસ્મીનાબેન વિજયભાઈ નેચરલ પ્રોડક્ટ્સ દ્વારા સ્વરોજગારનું સફળ મોડેલ ઉભું કરી રહ્યા છે. 31 વર્ષીય જસ્મીનાબેને બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા એક વર્ષથી ઘરેથી નેચરલ સાબુ અને અન્ય પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. યુટ્યુબ પરથી પ્રેરણા લઈને તેમણે શરૂઆતમાં પોતાના અને પરિવાર માટે પ્રોડક્ટ્સ બનાવ્યા, પરંતુ સારો પ્રતિસાદ મળતા તેને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું.

હાલમાં જસ્મીનાબેન કેસુડો, મુલતાની માટી, ચંદન, બેસન, કોફી, મસૂર, ડી-ટેન, રાઈસ, પોટેટો અને લીમડાં જેવા 7 થી વધુ પ્રકારના કેમિકલ મુક્ત નેચરલ સાબુ બનાવે છે. તેમની પ્રોડક્ટ્સને ગ્રાહકોમાં સારી માંગ છે. તેઓ સરકારી તેમજ ખાનગી સ્ટોલમાં વેચાણ કરે છે અને ઘરેથી પણ ઓર્ડર આધારે સપ્લાય કરે છે.

સ્ટોલ દરમિયાન તેઓ દરરોજ અંદાજે 3,000 થી 4,000 રૂપિયાનું વેચાણ કરે છે, જ્યારે 10 દિવસમાં 30,000 થી 40,000 રૂપિયાની આવક મેળવી લે છે. તેમની આ સફળતા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. નાની શરૂઆતથી સફળ ઉદ્યોગસાહસિક બનવાની તેમની સફર આત્મવિશ્વાસ અને મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande