વિશ્વ ચકલી દિવસે ‘હેપ્પી ચકલી ઘર’ વિતરણમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબહેન પટેલ જોડાયાં
ગાંધીનગર, 20 માર્ચ (હિ.સ.) : ગાંધીનગરમાં સતત 11મા વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સેક્ટર-16 સ્થિત પાટનગર યોજના ભવન ખાતે ‘હેપ્પી ચકલી ઘર’ વિતરણ કાર
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 20 માર્ચ (હિ.સ.) : ગાંધીનગરમાં સતત 11મા વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સેક્ટર-16 સ્થિત પાટનગર યોજના ભવન ખાતે ‘હેપ્પી ચકલી ઘર’ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબહેન પટેલે વિશેષ ઉપસ્થિત રહીને નાગરિકોને ચકલી ઘરનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે સૌને વિશ્વ ચકલી દિવસની શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય રીટાબહેન પટેલે જણાવ્યું હતું કે, “આપણે ચકલી જેવા અબોલ પક્ષીઓનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે, કારણ કે જો આ પક્ષીઓનું અસ્તિત્વ નહીં રહે તો પર્યાવરણનું સંતુલન પણ જોખમાશે. હેપ્પી યુથ ક્લબ દ્વારા સતત 13 દિવસ સુધી વિવિધ સ્થળોએ ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે પ્રશંસનીય કાર્ય છે. હું તમામ નગરજનોને અપીલ કરું છું કે આપના નજીકના વિતરણ કેન્દ્ર પરથી ચકલી ઘર મેળવીને તેને ઘરે લગાવો અને પક્ષીઓને બચાવવામાં સહભાગી બનો.”

વધુમાં તેમણે ગ્રીન સિટીના સંકલ્પ અંગે ઉમેર્યું હતું કે, “ગાંધીનગરને ગ્રીન સિટી રાખવા માટે આપણે વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા પડશે. ગત વર્ષે આપણા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓના સહયોગથી 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ વધુ 1 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે.”

હેપ્પી સ્પેરો વીક-2026ની ઉજવણી 19 માર્ચથી શરૂ થઈ છે અને 31 માર્ચ સુધી ચાલશે.

જે અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ દરરોજ પૂંઠાના હેપ્પી ચકલી ઘર નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા શૈક્ષણિક સંકુલો અને જાહેર સ્થળોએ ઉનાળા દરમિયાન પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટીના કુંડા અને પરબોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ વિશે બાળકોમાં જાગૃતિ આવે તે માટે પ્રાથમિક શાળાના બાળકોને નકામા ખોખામાંથી ચકલી ઘર બનાવવાનું શીખવવામાં આવે છે, જેથી તેમનામાં પર્યાવરણ જતન અને પક્ષીઓ પ્રત્યે સંવેદના કેળવાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande