એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા યુસીસી મુદ્દે ઈદના દિવસે અમદાવાદમા જુમ્મા મસ્જિદ બહાર બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન
અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) ગુજરાત વિધાનસભામાં UCC બિલ 24 માર્ચના રોજ રજૂ થવાની શક્યતા વચ્ચે AIMIM પાર્ટી દ્વારા UCC મુદ્દે ઈદના દિવસે અમદાવાદની જુમ્મા મસ્જિદ બહાર બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવા
એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા યુસીસી મુદ્દે ઈદના દિવસે અમદાવાદમા જુમ્મા મસ્જિદ બહાર બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન


અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) ગુજરાત વિધાનસભામાં UCC બિલ 24 માર્ચના રોજ રજૂ થવાની શક્યતા વચ્ચે AIMIM પાર્ટી દ્વારા UCC મુદ્દે ઈદના દિવસે અમદાવાદની જુમ્મા મસ્જિદ બહાર બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે.

AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેને લઇને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા.

‘વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે અમે આજે UCCનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અમારી શરિયત કહેતી નથી. UCC રદ કરવાની સરકારને અમે માંગ કરીએ છીએ. ઉત્તરાખંડમાં UCCનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમે અહીંયા ગુજરાતમાં તેનો વિરોધ કરીશું તેમ કહ્યું હતું. દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે. UCC નાબુદ થવું જોઈએ એવી માંગ કરવામાં આવી હતી.

ગત 18 માર્ચે UCC બિલ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. હવે આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. UCCના આ ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande