બિહારના બે કિશોર, સુરતમાં 9 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
સુરત, 22 માર્ચ (હિ.સ.): સુરત શહેરમાં નશીલા પદાર્થોના વપરાશને રોકવા માટે ચાલી રહેલા “નો ડ્રગ્સ ઇન સુરત” અભિયાન હેઠળ ઉધના પોલીસે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ભાઠેના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જેના પરિણામે મ
Surat


સુરત, 22 માર્ચ (હિ.સ.): સુરત શહેરમાં નશીલા પદાર્થોના વપરાશને રોકવા માટે ચાલી રહેલા “નો ડ્રગ્સ ઇન સુરત” અભિયાન હેઠળ ઉધના પોલીસે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ભાઠેના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જેના પરિણામે મોટી માત્રામાં ગાંજો ઝડપાયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 4.62 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે કિશોરોને કાબૂમાં લીધા છે.

માહિતી મુજબ, બે શંકાસ્પદ વ્યક્તિઓ ખાડીના પાછળના રસ્તેથી બેગમાં માદક પદાર્થ લઈને પસાર થવાના હતા. પોલીસ ટીમે સમયસર ચેકિંગ ગોઠવી તેમને અટકાવ્યા હતા. તપાસ કરતાં બે અલગ બેગમાંથી કુલ 9.08 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત લાખોમાં ગણાય છે. સાથે જ મોબાઈલ ફોન અને ટ્રેન ટિકિટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પકડાયેલા બંને કિશોર બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે, સીતામઢીનો એક વ્યક્તિ તેમને ગાંજો આપીને સુરતના હરિનગર વિસ્તારમાં એક વ્યક્તિ સુધી પહોંચાડવા કહ્યું હતું. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વાત સામે આવી છે કે આ કિશોરોમાંથી એક અગાઉ પણ મોટી માત્રામાં ગાંજો મુંબઈ પહોંચાડી ચૂક્યો છે. જેના આધારે પોલીસને સંકેત મળ્યો છે કે, આ એક મોટું નેટવર્ક હોઈ શકે છે. હાલ પોલીસ આ રેકેટના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande