નવસારીમાં નકલી ઇન્સ્ટા પ્રોફાઈલથી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ બહાર આવ્યો
નવસારી, 22 માર્ચ (હિ.સ.): નવસારી શહેરમાં સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વ્યક્તિએ એક યુવતીની તસવીરનો ઉપયોગ કરીને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેને બદનામ કરવાની કોશિશ કરી છે. આ ફેક આઈડી મારફતે યુવતીના
Cyber cheaters


નવસારી, 22 માર્ચ (હિ.સ.): નવસારી શહેરમાં સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વ્યક્તિએ એક યુવતીની તસવીરનો ઉપયોગ કરીને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેને બદનામ કરવાની કોશિશ કરી છે. આ ફેક આઈડી મારફતે યુવતીના મંગેતરને અશ્લીલ અને અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા.

યુવતી, જે શહેરના એક જ્વેલરી શોરૂમમાં નોકરી કરે છે, તેના લગ્ન થોડા મહિના પહેલા નક્કી થયા હતા. ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતી કામ પર હતી અને તેના મંગેતરે ફોન કરીને ઇન્સ્ટાગ્રામ પર નવા એકાઉન્ટ અંગે પૂછપરછ કરી. યુવતીએ આવી કોઈ આઈડી બનાવ્યાનો ઈનકાર કરતા આખી વાત ખુલ્લી પડી.

તપાસમાં જાણવા મળ્યું કે “ujul_20” નામથી બનાવવામાં આવેલા ફેક એકાઉન્ટ પરથી યુવતીની તસવીરનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેના મંગેતરને અશોભનિય સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાથી યુવતી ખૂબ જ આઘાતમાં આવી ગઈ અને તરત જ પગલાં લીધા.

યુવતીએ સૌપ્રથમ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને સ્ક્રીનશોટ સહિતના પુરાવા સોંપ્યા. પોલીસે ગુનો દાખલ કરીને ટેક્નિકલ તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande