હીરો ફિનકોર્પ કંપનીના કર્મચારી સામે વધુ એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ.
પોરબંદર, 21 માર્ચ (હિ.સ.)પોરબંદરના હીરો શોરૂમમાં હીરો ફિનકોર્પ કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતા ધવલ ભરતભાઈ ખુદાઈ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી ગ્રાહક રામ સુકાભાઈ ઓડેદરાએ લોન ક્લોઝ 4.
હીરો ફિનકોર્પ કંપનીના કર્મચારી સામે વધુ એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ.


પોરબંદર, 21 માર્ચ (હિ.સ.)પોરબંદરના હીરો શોરૂમમાં હીરો ફિનકોર્પ કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતા ધવલ ભરતભાઈ ખુદાઈ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં ફરિયાદી ગ્રાહક રામ સુકાભાઈ ઓડેદરાએ લોન ક્લોઝ 4.85 લાખ રૂપિયા આપ્યા બાદ ધવલે લોન ક્લોઝ થઈ ગઈ હોવાની ખોટી એન.ઓ.સી.આપી હતી જે બાદ ધવલે 14 જેટલા હપ્તામાં 2.15 લાખ ભર્યા હતા જયારે અન્ય 2.69 ભર્યા ન હતા.

પોરબંદરમાં રહેતા રામભાઈ ઓડેદરાએ હીરો ફિનકોર્પ માંથી 5 લાખની પર્સનલ લોન લીધી હતી જેના બે હપ્તા રેગ્યુલર ભર્યા બાદ ખેતીવાડીની લોનની જરૂર પડતા તેઓ બેન્ક પહોંચ્યા હતા જ્યાં બેંકે તેને પર્સનલ લોન ક્લોઝ કરવાનું કહેતા રામભાઈએ ધવલ ખુદાઈનો સંપર્ક કરતા ધવલે લોન ક્લોઝ

કરી આપવાની ખાતરી આપી હતી જેથી રામભાઈએ ધવલને પૈસા આપતા ધવલે લોન ક્લોઝ થઈ ગઈ હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું પરંતુ થોડા સમય બાદ લોનના હપ્તા ભરવાના ફોન આવતા રામભાઈએ ફરી એક વખત ધવલનો સંપર્ક સાધતા ધવલે એરરને કારણે ફોન આવે છે તેવું કહ્યું હતું પરંતુ એક મહિના પહેલા ધવલ ખુદાઈ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળતા રામભાઈ રાણાવાવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જ્યાં ધવલ સાથે વાત કરતા ધવલે ખોટા ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું તેમજ બાકીના હપ્તામાંથી 14 જેટલા હપ્તા પોતે ભર્યા હોવાનું કાબુલ કર્યું હતું જેથી રામભાઈએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ધવલ ભરતભાઈ ખુદાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande