વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
વડોદરા,21 માર્ચ (હિ.સ.) વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટ
Deputy Chief Minister Harsh Sanghvi inaugurates the Command and Control Center of Vadodara City Police


Deputy Chief Minister Harsh Sanghvi inaugurates the Command and Control Center of Vadodara City Police


વડોદરા,21 માર્ચ (હિ.સ.) વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે.

વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી કે.એલ.એન.રાવ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. શહેર પોલિસની એક ટૂકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બાદમાં આ મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરએ વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તુત કરી હતી.

તત્પશ્ચાત મહાનુભાવો દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા - ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે ? તે બાબતોની રસપ્રદ જાણકારી સંઘવીએ અત્રેથી મેળવી હતી. તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande