ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે ભક્તિમય સત્સંગ યોજાયો
પાટણ, 21 માર્ચ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર સુદ બીજની રાત્રે રામદેવપીર ધૂણા ખાતે પાટપૂજન અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રામદેવપીર બાબાના પાટની આરતી અને પૂજા કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક પાટ પૂજન કર્
ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે ભક્તિમય સત્સંગ યોજાયો


ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે ભક્તિમય સત્સંગ યોજાયો


પાટણ, 21 માર્ચ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર સુદ બીજની રાત્રે રામદેવપીર ધૂણા ખાતે પાટપૂજન અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રામદેવપીર બાબાના પાટની આરતી અને પૂજા કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક પાટ પૂજન કર્યું. ધૂણા મંડળના મહેન્દ્ર વ્યાસે સત્સંગમાં સંતો અને સજ્જનોની સંગતનું મહત્વ સમજાવ્યું અને રવિ સાહેબ તથા નરભેરામ મહારાજ વચ્ચેના આધ્યાત્મિક મિલન વિશે પ્રકાશ પાડ્યો.

તેમણે જણાવ્યું કે રવિ સાહેબ આરખીથી નરભેરામ મહારાજને મળવા આવ્યા હતા, પરંતુ મહારાજ જૂનાગઢ ગયા હોવાથી તેઓ પણ ત્યાં પહોંચ્યા અને બંને વચ્ચે પવિત્ર સંત મિલન થયું. મહેન્દ્રભાઈએ જેસલ-તોરલ અને રૂપાદે-માલદેના ઉદાહરણો આપીને સમજાવ્યું કે સંતો માટે એકબીજાને મળવાનું વિશેષ મહત્વ ધરાવે છે. કાર્યક્રમ દરમિયાન સ્વ. રઘા ચાવડા, સ્વ. ગાંડા ઠાકોર અને સ્વ. ઈશ્વર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

કાર્યક્રમમાં કલાકારો સુરેશ વકીલ, નીરૂ દવે, વિષ્ણુ યોગી અને બડાજી દરબારે ભજનો રજૂ કર્યા. પાટણના વેપારી કનુ પટેલે સીધું સામાન દાનમાં આપ્યું હતું. સમી તાલુકાના ગોચનાદ ગામનો ધોરણ 7નો વિદ્યાર્થી ચિરાગ દેવપૂજક તેના બેન્જો વાદનથી આકર્ષણનું કેન્દ્ર બન્યો. નાની ઉંમરે જ તેણે 100થી વધુ કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande