માછીમારોને વિરોધ બાદ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચાયો.
પોરબંદર, 21 માર્ચ (હિ.સ.)મિડલ ઇસ્ટની યુદ્ધની પરિસ્થિતિના કારણે ગેસ બાદ પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે. જેમાં ઉદ્યોગીક ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના માછીમારો પર ડીઝલ ભાવનો ભાર આવતા સમગ્ર ગુજરા
માછીમારોને વિરોધ બાદ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચાયો.


પોરબંદર, 21 માર્ચ (હિ.સ.)મિડલ ઇસ્ટની યુદ્ધની પરિસ્થિતિના કારણે ગેસ બાદ પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે. જેમાં ઉદ્યોગીક ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના માછીમારો પર ડીઝલ ભાવનો ભાર આવતા સમગ્ર ગુજરાતના માછીમારોએ વિરોધ દર્શાવ્યો છે.આ જ મુદ્દે પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશ પાંજરીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, માછીમારો માટે તો આ મૃત્યુ ઘંટ સમાન ભાવ વધારો છે. કે અત્યારે જે છેલ્લા બે મહિના અમારે પૈસા કમાવવાના હોય છે તે કમાણી અમારી ઓફ સીઝનમાં બોટોને મરામત કરવામાં જાય છે. ત્યારે આજે ભાવ વધારો જે બી.પી.સી.એલ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. એ માછીમારો માટે વિશ્વાસઘાત સમાન છે. આ પ્રકારની રજુઆત સમગ્ર ગુજરાતના માછીમાર આગેવાનો દ્રારા કરવામા આવી હતી જેને પગલે સરકાર દ્રારા ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની વિધિવત રીતે જાહેરાત કરવામા આવતા પોરબંદર સહીત રાજયભરના માછીમારોને રાહત મળી છે.

સરકારના આ નિર્ણયને પોરબંદર સમસ્ત બાર ગામ ખારવા સમાના વાણોટ પવનભાઈ શિયાળ અને પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિતના આગેવાનોએ બિરાદવી પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાનો આભાર વ્યકત કર્યો હતો અને અવુ જણાવ્યુ હતુ કે ડિઝલમા રૂ.22નો ભાવ વધારો પરત ખેંચવાથી માછીમારો પોતાની આજીવિકા રળી શકશે અને ભાવવધારોન માર સહન નહિં કરવો પડે પોરબંદર સહિત રાજયના માછીમારો પ્રત્યે સરકારની સંવેદનાને આવકારી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande