ભાવનગર જિલ્લામાં વધુ પડતો પવન ફૂંકાવાના કારણે અનેક બાગાયતી પાકોને મોટું નુકસાન પહોંચ્યું.
ભાવનગર, 21 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે વરસાદ પડવાના કારણ
નુકશાન


ભાવનગર, 21 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાક ઘઉં, ચણા વગેરે જે હાલ પાકીને તૈયાર થઈ ગયા હોય અને તે જ સમયે વરસાદ પડ્યો છે જેના કારણે તે પાકોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે સાથે અનેક બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને આંબાના પાકમાં કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે તે જ સમયે પવન ફૂંકાતા કેરીઓ નીચે ખરી પડે છે આ સિવાય ચીકુ, પપૈયા વગેરે પાકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતો જણાવી રહ્યા છે કે ભારે પવનના કારણે કેરી ની સાથે સાથે અનેક પ્રકારના પાકો ખેતરમાં ઠળી પડ્યા છે સાથે સાથે પશુઓ માટે નો ઘાસચારો પણ પલળી ગયો છે અને પવન ફૂંકાવાના કારણે ખેતરમાં જળી પડ્યો છે. સાથે જ આંબામાં પણ 50% થી પણ વધુ કેરીઓ પવન ફૂંકાવાના કારણે નીચે ખરી પડી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને નુકસાન થયેલ ખેડૂતોની યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે હાલ તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

આ અંગે ખેડૂત ખેરાળા કાંતિભાઈએ જણાવ્યું કે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ બાગાયતી પાકોનું વાવેતર કરે છે પાલીતાણા પંથકમાં પણ અનેક ખેડૂતોએ બાગાયતી પાકોનું વાવેતર કરેલું છે. પરંતુ હાલ જોઈએ તો વધુ પડતો પવન ફૂંકાવાના કારણે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી જેના કારણે તમામ પ્રકારના બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને આંબામાં કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને તે જ સમયે વધુ પડતો પવન ફૂંકાતા આંબામાંથી કેરી નીચે પડી ગઈ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતો આ ઉત્પાદનની રાહ જોતા હોય છે પરંતુ વધુ પડતો પવન ફૂંકાવાના કારણે 5 થી 10% જેટલી કેરી ઉપર રહી છે. બાકીનું પાક નીચે ખરી ગયો છે.

આ અંગે ખેડૂત દિલીપભાઈએ જણાવ્યું કે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને આ દરમિયાન વરસાદી માવઠું પડ્યું છે અને સાથે સાથે પવન પણ ફૂંકાયો છે જેના કારણે ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઘઉં, ચણા વગેરે પાકો તૈયાર થઈ ગયા હોય અને તે જ સમયે વરસાદ પડ્યો છે જેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે સાથે બાગાયતી પાકોમાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને આ વર્ષે આંબામાં ખૂબ સારું ઉત્પાદનની ખેડૂતોને આશાથી પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે આંબામાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને કેરી નીચે પડી ગઈ છે. સાથે સાથે ચીકુ, પપૈયા વગેરે બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું

છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande