
ગીર સોમનાથ, 21 માર્ચ (હિ.સ.) : વેરાવળમાં ચેટીચંડની જનરલ સિંધી સમાજના નેજા હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન બાઇક રેલી, સમૂહ પ્રસાદ, રાત્રિ સત્સંગ તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. વેરાવળમાં ચેટીચંડની જનરલ સિંધી સમાજના નેજા હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે સૌ પ્રથમ વહેલી સવારે ઝુલેલાલ મંદિર સોમનાથ સોસાયટીથી દરિયાદેવ ચોપાટી ખાતે સમૂહ અખા, સાહેબ,પલ્લવ સાહેબ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લીલાશાહ બાગ સિન્ધી વાડી બિહારી નગરથી હવેલી ચોક, પંચવટી સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ,નટવર ચોક, બજરંગ સોસાયટી,bનવદુર્ગા રોડ, એસટી રોડ, ટાવર ચોક, ચોપાટી રોડ,સિવિલ હોસ્પિટલ રોડ, રિંગ રોડ ગુરુદ્વારા, શ્રી ઝુલેલાલ મંદિર સોમનાથ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી. બપોરે સ્વામી લીલાશાહ બાગ સિન્ધી વાડી, બિહારી નગર ખાતે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બપોરે શોભાયાત્રા યોજાઈ હતી. જે શ્રી ઝુલેલાલ મંદિર વાણંદ સોસાયટી થી શરૂ થઈ લીલાશાહ ભવન, સોમનાથ સોસાયટી, પંચવટી સોસાયટી, રામીધાધી ટીકાણો,આરતી એપાર્ટમેન્ટ રોડ, નટવર ચોક, બજરંગ સોસાયટી,બીનવદુર્ગા રોડ, રિંગ રોડ ગુરુદ્વારા, શ્રી ઝુલેલાલ મંદિર સોમનાથ સોસાયટી, લીલાશાહ નગર, ટાવર ચોક, લાયબ્રેરી થી પસાર થઈ શ્રી ઝુલેલાલ મંદિર બંદર ગોદી ખાતે પૂર્ણ હતી.રાત્રે પણ લીલાશાહ બાગ, સિન્ધી વાડી બિહારી નગર ખાતે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખરે ત્રિવેણી સંગમ ખાતે રાત્રે શ્રી જ્યોત સાહેબ પ્રવાહન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જનરલ સિંધી પંચાયત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના ધરપ્રેમી લોકો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ