ગીરસોમનાથ જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
ગીર સોમનાથ 21 માર્ચ (હિ.સ.) : આગામી સમયમાં ગીરસોમનાથ જિલ્લાની જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સૂત્રાપાડા અને ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૮/૦૩/૨૦૨૬ ના આદેશથી જિલ્લા/તાલ
ગીરસોમનાથ જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ


ગીર સોમનાથ 21 માર્ચ (હિ.સ.) : આગામી સમયમાં ગીરસોમનાથ જિલ્લાની જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સૂત્રાપાડા અને ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૮/૦૩/૨૦૨૬ ના આદેશથી જિલ્લા/તાલુકા પંચાયતઓની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સૂત્રાપાડા અને ઉના નગપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની મુસદારૂપ ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી, આગામી તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધિ કરવા જણાવવામાં આવેલ છે.

આમ, આગામી તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ પંચાયત ચૂંટણી અંગેના મતદારો મતદારયાદીમાં નોંધાયેલ પોતાના નામની ચકાસણી સંબંધિત મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ તેમજ નગરપાલિકા ચૂંટણી અંગેના મતદારો પ્રાંત કચેરી, નગરપાલિકાઓની મુખ્ય કચેરી તેમજ વોર્ડવાઈઝ સરકારી કચેરીઓ ખાતે પોતાના નામની ચકાસણી કરી શકાશે.

ઉકત આદેશની વિગતે પંચાયત ચૂંટણીઓ માટે દાવાઓ નિયત નમૂના-૧(ક) તથા ૧(ખ) મુજબ તા.૨૭/૦૩/૨૦૨૬ સુધીમાં તથા નગરપાલિકા ચૂંટણી માટે દાવાઓ ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખના ૧૦-દિવસ પહેલા સુધી નિયત નમૂના-ક માં સબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે રજૂ કરી શકાશે તેમ એન.વી.ઉપાધ્યાય,

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, ગીર સોમનાથ દ્વારા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande