
ગીર સોમનાથ, 21 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પોલીસ સ્ટેશન, કોડીનારની ટીમ દ્વારા મે. જંગલેશ્વર ટ્રેડર્સ, નવો પણાદર રોડ, બસ સ્ટેન્ડ પાછળ, મોહિત ટ્રાન્સપોર્ટ પાસે, કોડિનાર, ખાતે સંયુકત રીતે રેડ દરમિયાન ૯૧ ડબ્બા ગોળ જોવા મળ્યો હતો.
જિલ્લા ખોરાક અને ઔષધ નિમયન તંત્રની ટીમે ૯૧ ગોળના ડબ્બામાંથી ૩૯ ડબ્બા કે જેમાં ૯૯૪.૫ કિ.ગ્રા. જેટલો બીન આરોગ્યપ્રદ ગોળનો જથ્થો જોવા મળ્યો હતો. જેની અંદાજિત કિંમત-૩૬,૭૯૬ રૂપિયા થાય છે. આ અખાદ્ય ગોળનો ફુડ વિભાગની ટીમ દ્વારા નાશ કરાવવામાં આવ્યો હતો અને બાકી રહેલા ૫૧ ડબ્બામાંથી ગોળનો નમુનો લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ