વેરાવળ, તલાલા અને સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
ગીર સોમનાથ, 21 માર્ચ (હિ.સ.) : PGVCL વિભાગીય કચેરી, વેરાવળના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વેરાવળ, તલાલા અને સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વીજ ગ્રાહકોને કે જેમના વીજ બિલ બાકી છે, તેઓએ તાત્કાલિક અસરથી પોતાનું બાકી વીજ બિલ ઓનલાઈન માધ્યમ દ્વારા
વેરાવળ, તલાલા અને સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે


ગીર સોમનાથ, 21 માર્ચ (હિ.સ.) : PGVCL વિભાગીય કચેરી, વેરાવળના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વેરાવળ, તલાલા અને સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વીજ ગ્રાહકોને કે જેમના વીજ બિલ બાકી છે, તેઓએ તાત્કાલિક અસરથી પોતાનું બાકી વીજ બિલ ઓનલાઈન માધ્યમ દ્વારા અથવા સંબંધિત કચેરી ખાતે રુબરુ જઈ ભરપાઈ કરી દેવું.

તા. ૨૪-૦૩-૨૦૨૬ (મંગળવાર)ના રોજ વેરાવળ વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટીમો દ્વારા બાકીદાર ગ્રાહકો વિરુદ્ધ વીજ જોડાણ કપાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ માટે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે જે મુજબ,

૧. સ્થળ પર કોઈપણ પ્રકારની પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.

૨. વીજ જોડાણ કપાયા બાદ પુનઃ જોડાણ મેળવવા માટે સંપૂર્ણ બાકી બિલ તેમજ રી-કનેક્શન ચાર્જ ભરવો ફરજિયાત રહેશે.

આથી તમામ બાકીદાર ગ્રાહકોને અનાવશ્યક અસુવિધા તથા વધારાના ખર્ચથી બચવા તાત્કાલિક બિલની ભરપાઈ કરી PGVCLને સહકાર આપવા કાર્યપાલક ઇજનેર PGVCL, વિભાગીય કચેરી, વેરાવળ દ્વારા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande